top of page
Writer's picturepyramid Publication

સ્ત્રી અબળા નારી નહીં; પૃથ્વી પરની પ્રચંડ દેવી છે...



"સ્ત્રી...એ તો પગની ધૂળ છે...સ્ત્રીનું સ્થાન પુરુષના પગ પાસે છે.." લાગે છે કે એવું માનનારા લોકોને સ્ત્રીની શક્તિનો પરચો મળ્યો નથી.વેદો-પુરાણોમાં વાંચવા મળે જ છે કે જીવન હોય કે પૃથ્વી પર આવેલ સંકટ હોય સ્ત્રી મહાકાળીનું રૂપ ધારણ કરે ત્યારે ગમે તેવડી મોટી મુસીબત હોય એ ચપટી વગાડતા જ દૂર કરી દે છેને પગની ધૂળ સમજનારા લોકો મંદિરે દેવી સામે દંડવત પ્રણામ કરીને સુખ-દુ:ખની (ભીખ)દુવા માંગતા હોય છે. પણ.. એક વાત એ સમજી લેવી જોઈએ કે જો તમે ઘરની સ્ત્રી જે બહેન,માં,પત્ની,દીકરીના રૂપમાં રહે છે તેઓને ખુશ ન રાખી શકતા હો તો મંદિરની દેવી તમારાથી ખુશ ન જ થાય.. પછી તમે ભલે ગમે તેટલી માનતા રાખો,બાધાઓ રાખો પરંતુ મંદિરની દેવી પ્રસન્ન ન જ થાય. ઘરમાં રહેતી લક્ષ્મીરૂપી સ્ત્રીઓને પૂરતું માન-સન્માન આપો, એને ખુશ રાખો.. મંદિરે જવાની પણ જરૂર નહીં પડે. ભગવાન જાતે પ્રસન્ન થઈને તમારા પર ખુશીઓ વરસાવશે.


પ્રાચીનકાળમાં અમર વરદાન પ્રાપ્ત કરેલ રાક્ષસોને જ્યારે દેવતાઓ મારી ન હતા શક્યા તે સમયે દેવોએ દેવીને તેવા રાક્ષસોનો વધ કરવા જણાવેલ હતું.ભગવાન દરેક વ્યક્તિ પાસે,દરેક સ્થળે પહોંચી નથી શકતો એટલે એમને આપણા માટે માં બનાવી છે.પરંતુ આપણને માં ની કેટલી કિમત છે? મનમાં આવે એ માંને કહી દઈએ છીએ.કોઈ પાસે ન હોય ત્યારે માંનો ખોળો જ આસરો આપે છે.


જીવનમાં સ્ત્રીને અબળા નારી નહીં પરંતુ સપોર્ટ સિસ્ટમ માનશો તો જીવન જન્નત બની જશે.સફળતાની સીડી ચડવી સરળ બની જાય છે.સ્ત્રી માત્ર ને માત્ર પ્રેમ,આદર-ભાવ માંગે છે.સ્ત્રીએ ત્યાગની મૂર્તિ છે.જન્મ થી મરણ સુધીના સફરમાં તે તેના જીવનમાં ત્યાગ વધુ કરે છે.પતિ મળતા માં-બાપનો ત્યાગ કરે,સંતાનો મળતા પોતાની કારર્કિદીનો ત્યાગ કરશે,પતિ-સંતાનોના લાંબા આયુષ્ય માટે વ્રત રહી પોતાના શરીરના સારા સ્વાસ્થ્યનો ત્યાગ કરે છે.


તમે એક વસ્તુ એમના માટે કરશો તો એ તમારા માટે જીવ દેવા પણ તૈયાર થઈ જશે. નખ જેટલો પ્રેમ પામીને ખુશ થઈ તમારા માટે પ્રેમનો દરિયો ખુલ્લો મૂકી દેશે.પરંતુ જો એને છંછેડી તો તેણીને પ્રચંડ રૂપ ધારણ કરતાં વાર લગતી નથી અને તેનું પરિણામ પણ ખરાબ આવે છે.





13 views0 comments

Kommentare


bottom of page